Call Us ! +91 98256 53625, 98244 86937

સ્વયંમ સેવા સંઘ (IRHA સંચાલિત) દ્વારા ચાંદખેડા પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ

સ્વયંમ સેવા સંઘ (IRHA સંચાલિત) દ્વારા ચાંદખેડા પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ
01/05/2017

  સ્વયંમ સેવા સંઘ (IRHA સંચાલિત) દ્વારા ચાંદખેડા પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ(CPL)નું આયોજન તારીખ:૧/૫/૨૦૧૭ને સોમવાર થી તારીખ:૧૧/૫/૨૦૧૭ને ગુરુવાર સુધી કરવામાં આવ્યું જેમાં અમદાવાદના અલગ-અલગ વિસ્તારો માંથી કુલ 40 ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં ક્રિકેટ મેચની સાથે મહિલા સશક્તિકરણ, વ્યસન મુક્તિ અને સ્વરછતા જાગૃતિ અભિયાનને પણ આ કાર્યક્રમની સાથે આવરી લેવામાં આવ્યા હતા.
ટુર્નામેન્ટનું સમાપન સમારોહના રોજ એટલે કે તારીખ:૧૧/૫/૨૦૧૭ને ગુરુવારે સાંજે ૭:૦૦ કલાકે મહિલા સશક્તિકરણને ધ્યાનમાં લેતા બે મહિલા ટીમો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં બ્રાઈટસ્ટાર મોટેરા તથા સીતારામ અવતાર વલસાડની ટીમોએ ભાગ લીધો હતો જેમાં બ્રાઈટસ્ટાર મોટેરાનો ભવ્ય વિજય થયો હતો. આ મહિલા ટીમોનો ઉત્સાહ વધારવા માટે અતિથી વિશેષ એવા શ્રી રૂઝાનબેન ખંભાતા (સોશીયલ વર્કર)એ હાજરી આપી અને બન્ને ટીમોનો પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમજ તેઓને ભેટ પણ આપી હતી.
આ ટુર્નામેન્ટનાં મુખ્ય અતિથી શ્રી નરહરીભાઈ અમીન (વાઈસ ચેરમેન સ્ટેટ પ્લાનીગ કમિટી) ને પુરુષોની ફાઈનલ મેચનાં સમય દરમ્યાન હાજરી આપી હતી તેમજ બીજેપીના પ્રદેશ પ્રમુખ શ્રી દર્શકભાઈ ઠાકરે પણ હાજરી આપી હતી ફાઈનલ મેચ જય ક્રિકેટ ક્લબ અને સાબરમતી ઈલેવન વચ્ચે રમાઈ હતી જેમાં જય ક્રિકેટ ક્લબનો ભવ્ય વિજય થયો હતો

Back to Event List